STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક તમારા

એક તમારા

1 min
299

એક તમારાં નામ ઉપર, ચેહર મા થઈ છું ઘેલી રે,

લઈને ફકીરી નીકળી અકેલી, માયા મનથી મેલી રે,


તારા ભરોસે ચેહર મેં સારી દુનિયા છોડી રે,

અળગી હવે કરશો નવ ચેહર, કહું છું કર જોડી રે,


ગોરના કૂવાવાળી માવડી, વિશ્વાસનું ડેરુ મરું રે,

ભાવિક ભક્તો જયકાર કરતાં આવે તારે ભરોસે રે,


આંખોથી અળગા નવ થાશો, આંખલડીનાં તારા રે,

દુનિયા દિવાની કહે ચેહર મા, દુનિયા ક્યાં ડાહી રે,


ભાવના દર્શન પ્યાસી, હરપળ તારાં દર્શનની રે,

જગ હસાઈ ને કોરે મૂકીને, ભક્તિ કરું શિર સાટે રે.


Rate this content
Log in