STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક તારું નામ

એક તારું નામ

1 min
243

એક તમારાં નામ ઉપર ભોળા શંભુ થઈ છું ઘેલી રે,

લઈને ફકીરી નીકળી એકલી, મહાદેવ તમને મળવા રે.


તમારાં ભરોસે મહાદેવ, સારી દુનિયા છોડી રે,

અળવી હવે કરશો નહીં, ભાવના હાથ જોડી વિનવે રે.


ભોળાનાથ ત્રિપુંડધારી શંભુ, વિશ્વ કલ્યાણકારી રે,

આંખોથી અળગા નાં થાશો, દેજો દર્શન લહાવો રે.


સ્વાર્થી દુનિયામાં નથી કોઈ મારું, ભોળા શંભુ શરણે આવી રે,

મારું મારું કરીને આ જીવન ધૂળધાણી કર્યું રે. 


ખોટું રોવે સંબંધીઓ, મહાદેવ સાચું સગપણ તમારું રે,

જરૂર પડે આવી મળતાં, ગરજ પતી એટલે વૈદ્ય વેરી રે.


માયા કોરે મૂકીને આવી હું, ભક્તિ કરું શિર સાટે રે,

મહાદેવ આશરો એક તમારો, શરણમાં લઈ શાંતિ આપો રે.


Rate this content
Log in