એક તારો ભરોસો
એક તારો ભરોસો
1 min
158
એક છે તારો ભરોસો ચેહર મા,
એક તારો સાથ ચેહર મા.
જિંદગીથી વધું વ્હાલો છે.
તું જો પરચા પૂરે નહીં તો,
તને જાણી કોઈ શકે નહીં
તું જ અમારી આબરૂ;
અમારો એક આધાર છે,
તારી જ કૃપા થકી
મારી સમગ્ર જિંદગી છે
મારુ કશું જશે નહીં
ચેહર તારું જ બધું આપેલું છે,
નિષ્ફળતા કે સફળતા
એ તારી દયાથી મળે છે
ભાવના વિનંતી કરે છે
દર્શન દઈને પાવન કરો મા,
ગોરના કૂવે હાજરાહજુર દેવી
વર્ષોથી તને ભજે ભક્તો મા
પળભર અમી નજર કરો મા
તારા સેવકો હરખાઈ જશે મા
તારો જય જયકાર થશે મા.
