એક સ્ત્રી એક પુરુષ
એક સ્ત્રી એક પુરુષ
1 min
355
અનેક યુગોથી દરેક જગ્યાએ,
કંઈ પણ કરીને દરેક વખતે જીતવું જ,
એવા મહાન આદર્શ ધરાવે
એટલે પુરુષ.
પણ એક જીવમાંથી બીજો જીવ ઉત્પન્ન કરે,
એનું યોગ્ય સમય પાલનપોષણ કરે,
જરૂર લાગે ત્યારે જીવની બાજી લગાવી દે,
હસતા મુખે હારવું અને પરિવારની ભાવનાઓ સાચવવી.
એવું મહાન વ્યક્તિત્વ ધરાવે
એટલે સ્ત્રી,
સ્ત્રી કોમલ છે, પણ સ્ત્રી શક્તિ છે,
સ્ત્રી અને પુરુષની સરખામણી થાય જ નહીં,
એ બંને એકબીજા ના પૂરક છે.
