એહસાસ
એહસાસ


તારી હાજરીનો એહસાસ હજુય છે,
માને કે ના માને, એક આશ હજુય છે,
હશે ભલે તકદીર થોડી ખરાબ મારી,
કે ખુદા પર વિશ્વાસ; મને હજુય છે,
પ્રેમની વાત એમ ક્યાંથી ભૂલી જાઉં ?
દિલમાં તારીજ યાદ મને હજુય છે,
વિશ્વાસ નહતો તને મારાં ઉપર ભલે,
તું મારી છે; એ ખાતરી મને હજુય છે,
લઈ લે કસોટી ચાહતની, છૂટ આપું છું,
કે પાર ઉતરવાની હિંમત, મને હજુય છે.