Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ ટકટક

એ ટકટક

1 min
8


*એ ટકટક*


આખો દિવસ ટકટક ટકટક ચાલે છે,

જાણે ઘડિયાળ ટકટક કરતી હોય છે.


બાળપણમાં માબાપની શિખામણ,

ઘડપણમાં સંતાનોની એ શિખામણ.


આ વિસામણમાં બધું છોડી ઉડવું છે,

 પરવશ આંસુની ધારા વહી જાય છે.


ભાવના સમજાવ્યે મન ક્યાં સમજે છે,

એ ટકટક જાણે બંધન બનીને ડંખે છે.


આખું જીવન જાણે ટકટક માં ગયું છે,

દૂર દૂર દેશાવરમાં ઉડી જતું રહેવું છે.


શારિરીક માનસિક પીડાઓ અસહ્ય છે,

હવે તો બધું જ છોડવા મન તરફડે છે..

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖


Rate this content
Log in