એ સોફાની યાદ
એ સોફાની યાદ
1 min
247
એ જૂનાં સોફાની કમી બહું સાલે છે,
એ જૂનાં સોફાની યાદ મને બહું સતાવે છે,
એ લાંબા પગ પસારીને બેસવાની મજા હતી,
પીઠનો ટેકો દઈ લાંબા પગ કરી બેસવાની મજા હતી.
નવાં સોફામાં ટટ્ટાર બેસવું પડે છે એટલે ગમતું નથી,
જાણે કોઈ શિસ્તબદ્ધનાં નિયમો, એટલે ગમતું નથી.
જૂનાં સોફામાં મળતો હૂંફાળો અહેસાસ યાદ આવે છે,
જાણે ભાવના સભર મમતાનો ખોળો, એ યાદ આવે છે.
એ જૂનાં સોફામાં બેસવાની મજા યાદ આવે છે,
એ જૂનાં સોફા સાથે જોડાયેલી વાતો યાદ આવે છે.
