દરિયા કિનારે
દરિયા કિનારે
1 min
12.1K
દરિયાને કિનારે ઉછળતા મોજાને
મોજાની લહેરમાં લ્હેર છે,
ભરતીને ઓટ જ્યાં મુકે છે ડોટ
એની ડોટમાંય મહેરામણની મહેર છે.
કોકિલ કુંજતી છમ્મલીલા વાગડેને
વગડેય વાસંતીની લહેર છે,
કાનઘેલી ગોપીઓ રમે રાધાની સંગ
એમાં રાધાના માધવની મહેર છે.
દરિયા દિલથી માણો માનવજીવનને
એ માનવજીવનમાં લીલા લહેર છે,
‘મિલન’ના નયનની લજ્જાતી એ ક્ષણે
એ ક્ષણમાંય મિલનની મીઠી મહેર છે.

