દિવાળી છે
દિવાળી છે
1 min
252
અમારે તો અમાસ અને તમારે ત્યાં દિવાળી છે,
પૂનમનો ચાંદ છે ત્યાં ને અહીં તો રાત કાળી છે,
પૂછે છે એ મને અજવાળવા ઘર શું તમે કરશો ?
સદા રોશન રહે માટે અમારી જાત બાળી છે,
કસમ તો જો બધા લે છે ફકત લેવા ખાતર જ તો,
અમે પ્રતિજ્ઞા જે પણ કીધી બધી તે આમ પાળી છે,
બધા તો એમ માને નામના એમ જ અમારી છે,
કહું શું એમને આ જાત પરસેવે પલાળી છે,
જુઓ તકદીર કેવા ખેલ ખેલે છે અહીં "સંગત"
હું જ્યારે કાઈ માંગુ બસ એ આપે હાથતાળી છે.
