દીકરી
દીકરી
મારુ આર્ટ મારો શોખ મારો શોખ મારી મજા
ઢીંગલી સમાન જોને આવી મારી દીકરી
આંતરડી ઠારી કિલકિલ હસતી દીકરી,
ઝાંઝર ઝમકતાં ઘુધરી રણકતી દીકરી
કાલું કાલું બોલી સહુને રીઝવતી દીકરી,
ધિંગામસ્તી કરતીને પાપાને પજવતી
મા પાપાની આંખનો તારો મારી દીકરી,
દાદા દાદી નાના નાનીની વહાલેરી દીકરી
ગગને ઊડવાની તમન્ના સેવતી દીકરી,
ભાઈ બહેનને હેતના ઝૂલે ઝૂલાવતી દીકરી
ઘરના વડીલોની આમન્યા જાળવતી દીકરી,
મનનું ધાર્યું પ્રેમે કહી બતાવતી દીકરી
સમજણના કાંગરે કુહુ કુહુ કરતી દીકરી,
ચકલી સમાન આંગણે ચહકતી દીકરી
માતા પિતાને વહાલે ભીંજવતી દીકરી,
ભણવામાં ચતુર દમામભેર દીસે દીકરી
મનની મુરાદ પ્રિયતમ સંગે ચાલી દીકરી,
જીવનનો ધારો મુસ્કાન સંગે દીકરી
પિયર તજી સાસરવાસ ચાલી દીકરી,
સર્જનહારની ઈચ્છા દીકરો કે દીકરી
શીશ નમાવી પ્રેમે આવકારી દીકરી.
