ધૂંધળી આંખ
ધૂંધળી આંખ
આંખ ધૂંધળી છે પણ ચહેરા પર તેજસ્વી હાસ્ય છે,
જિંદગીમાં દુઃખ છે પણ શરૂઆત સુખથી કરવી છે,
સાથ છોડયા તો બધાએ છે પણ હાથ પકડનારા આજે પણ છે,
એક નાનકડા હૈયામાં તોફાન ઘણું છે,
પણ હોઠે ક્યારેય વર્ણવ્યું નથી,
એકાંતમાં બેસતા પાંપણો ઘણી વાર ભીની થઈ છે,
પણ લોકોની ભીડમાં હંમેશા હસ્યાં છીએ,
ભાન છે આ સ્વાર્થી દુનિયાનું પણ,
છતાં નાદાનીથી જીવી લઈએ છે,
ઘડી -બે ઘડીની નાનકડી જિંદગી સમજી એને માણી લઈએ છીએ,
છતાં હૈયું ભરાય જાય ત્યારે આંખ ધૂંધળી થઈ જાય છે.