STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ડૂબ્યો સૂરજ

ડૂબ્યો સૂરજ

2 mins
27.3K


અરે ઓ સખી જરાક આમતો જો,

પશ્ચિમ દિશામાં આ ડૂબ્યો સૂરજ,

સવાર માટે નવું ને તાજું,

ઝાકળ મોતી લાવવા આ ડૂબ્યો સૂરજ.


ભરાઈ જાવ સૌ પોતપોતાના,

તણખલાના માળામાં કે ડૂબ્યો સૂરજ,

મખમલી અંધારાની રેશમની રજાઈ,

ઓઢી લ્યો સૌ કે ડૂબ્યો સૂરજ.


લ્યો સંધ્યાને મળી ફરી એક,

નવીન રંગીન ચુંદડી કે ડૂબ્યો સૂરજ,

એ આવી ગયી ગીત ગાતી,

ઓલા પંખીઓની કતાર કે ડૂબ્યો સૂરજ.


અlખો'દી થાકીને આરામ કરવા,

હાલ્યું સમગ્ર જીવન કે આ ડૂબ્યો સૂરજ,

હાકલ પડી ભવિષ્યનાં નવા નવા,

સપના જોવાની કે આ ડૂબ્યો સૂરજ.


મનના માણીગરે મને કીધું કે,

હવે મેલ બધી લપ કે આ ડૂબ્યો સૂરજ,

આ અનોખા એકાંતને ભેગા મળી,

માણી લઈએ કે આ ડૂબ્યો સૂરજ.


તન ને મનમાં થોડી તાઝગી અને

ઉર્જાને ભરી લઈએ કે ડૂબ્યો સૂરજ,

ભેગા થયેલા ભવ્ય ભાવમાં,

ભેગા ભેગા ભીંજાઈ જઈએ કે ડૂબ્યો સૂરજ.


હાલ સંસારની મોહ માયા બધી જ,

સંકેલી લઈએ કે આ ડૂબ્યો સૂરજ,

અઝાન ને આરતીમાં અંતરથી,

ઓતપ્રોત થઈએ કે આ ડૂબ્યો સૂરજ.


હરખાતીને હસતી અગાસીમાં,

સુતા સુતા ગણીએ તારલાં કે ડૂબ્યો સૂરજ,

ચાંદ એક આકાશમાં ને બીજો,

પોતાની બાજુમાં નિહાળીએ કે ડૂબ્યો સૂરજ.


શોર સન્નાટાનો સાંભળવા રહીએ,

સદા મનથી તત્પર કે આ ડૂબ્યો સૂરજ.

ગુંજતા આ તમરાના તાલે,

મૌન તાંડવ મચાવીએ કે આ ડૂબ્યો સૂરજ.


સ્વર્ગ એક "પરમ" ધરતી ઉપર જ,

સર્જીએ સાથે મળી કે આ ડૂબ્યો સૂરજ,

પણ એ પહેલાં પ્રેમમાં સૌ,

થઈ જઈએ "પાગલ"કે ઓલો ડૂબ્યો સૂરજ.


Rate this content
Log in