STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

ડુંગરની દિકરી

ડુંગરની દિકરી

1 min
25.8K


દરિયાને મળવાને જાય ડુંગરની દિકરી,.

ખળખળ ખળ વ્હેતી રે જાય ડુંગરની દિકરી.


ડુંગરના ખોળામાં નાચતી ને કૂદતી,

ડુંગરના શ્વાસમાં ગીત બની ઝૂલતી,

પ્રેમની ધાર થઇ હરખાય ડુંગરની દિકરી.


નાચી કૂદીને કોતરો બનાવતી,

દોડી દોડીને ગામડાં સજાવતી,

લીલાં ખેતર બની જાય ડુંગરની દિકરી.


ધરતીના આંગણામાં દરિયા લહેરાવતી,

ડુંગરના દલડામાં હીરા ચમકાવતી,

સુખનો ભંડાર બની ગાય ડુંગરની દિકરી.


ધરતીનું લોહી થઇ ખળખળ એ વ્હેતી,

ધરતીનો શ્વાસ થઇ હરદમ ધબકતી,

સૌના જીવન લહેરાય ડુંગરની દિકરી.


Rate this content
Log in