દામ લગાવે !
દામ લગાવે !
1 min
26.4K
દુનિયામાં આવતાંની વેંત આ આંખો રડાવે,
જીંદગી તો રોજ નોખાં એક'ઘા'આપી જલાવે.
હોય છે એવાં અહીં સાથે રહીને પણ હરાવે,
એ ભલે ઝખ્મોજ આપે જાત મારી આ ઘડાવે.
હોય છે સ્વાર્થી અહીં સૌ કોઇ તેના કામ માટે,
તોય દેખાડા નવા હરરોજ પોતાના બતાવે.
એક બીજાને અહીં પરસ્પર આંકાક્ષા લડાવે,
માનવીએ ના કરીયા હોઈ તે કામો કરાવે.
હોય સૂની લાશ તો પણ માનવી એને સજાવે,
આ મરણની છે રસમ એવું કહીંને તે ગણાવે.
રેહવા માગું છુ હું પાગલ બનીને આ જગતમાં,
નેં ભલે "કૈલાશ" મારા દામ હર કોઈ લગાવે.
