છત્રપતિ શિવાજી
છત્રપતિ શિવાજી
એવી ૧૬૩૦ ની સાલમાં,
જન્મ લીધો શિવાજી એ
માતા જેના જીજાબાઈ
શૂરવીરતાનાં હાલરડાં
નાનપણથી સાંભળીને
શૂરવીર બન્યા,
દેશ આજે પણ યાદ કરે છે
મરાઠીની તાકાત જોઈને
કેટલાંનાં હાંજા ગગડી ગયા
વીર શીવાજી એ લલકાર કર્યો,
હાથમાં તલવાર ધારણ કરી
ભારતમાં જન્મ્યા એવાં શિવાજી,
શીવાજી વીર મરાઠી હતાં
દેશની રક્ષા માટે લડતાં હતાં
એવાં છત્રપતિ શિવાજી મહારાજ,
ઔરંગઝેબ બળવાન હતા
પણ શીવાજી સામે જોર ન ચાલ્યું
શીવાજી સામે મુકાબલો કરવા
જે સામે આવ્યા
એ નાકામયાબ થઈ ગયાં
મુગલો પણ હાંફી ગયાં,
ભારતની રખેવાળી કરે
છત્રપતિ શિવાજી મહારાજ
માત ભવાનીનું નામ લઈને
કરતાં લડાઈ
એવાં વીર શીવાજી ને
ભાવના કરે છે સલામ.
