છે ધન્ય
છે ધન્ય
1 min
192
છે ધન્ય આ ગોરના કૂવાવાળી મા,
આખા જગતમાં ગૂંજતું નામ તારું મા,
દર્શન કરવા આવે નર નાર હરખાઈ રે,
માગ્યું સૌને દેતી ખોબલે ખોબલે રે,
તારી કૃપાનું વ્હેણ નિશદિન છલકાય રે,
ભાવનાની મા હાથ ઝાલજે અમારો રે,
ત્હારા શરણે આવે એનો બેડો પાર થયો
માનવ મહેરામણ ઉમટયો ઘેલો થયો,
ધન્ય ધન્ય આ ગોરના કૂવાવાળી મા,
હાજરાહજૂર દેવી એક ચેહર મા.
