STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

4  

Ramesh Patel (Aakashdeep)

Others

ચાની રંગત

ચાની રંગત

1 min
239

ચાની  રંગત….

હું  નગર ચોકનો  ચાવાળો

ટીહાઉસનું પાટિયું ઝુલાવું

એવી ચા બનાવું કે… હેરત પામે પીવાવાળો

ચાલો     આજ      સૌ    ચાની   રંગત   માણો

 

કોઈક      માગે       કડકીમીઠી

તો કોઈ માગે મોરસ વિનાની

કોઈ   કહે   સ્પેશીયલ    લાવો

તો કોઈને ગમે ઈલાયચીવાળી

ચોકલેટ  ટી  ભૂલકાઓ  માગે

મોટા    માંગે    ફૂદીનાવાળી

ચાલો આજ સૌ ચાની રંગત માણો

 

કોઈ પીવડાવે જીતવા ચૂંટણી

તો    કોઈ   નાના    મોટાકામે

કોઈ  પીવડાવે  ગામ   ગપાટે

ને કડક બાદશાહીની બોલાબોલી

આજ  ઘર હોય  કે  હોય ઓફિસ

ચાની  ફેશન  નીકળી   મસ્તાની

ચા વગાડે સ્નેહ ઢોલનો  ડંકો

ચાલો  આજ સૌ ચાની રંગત માણો

 

સવાર થાય ને સૌને  સાંભરે

પ્રભાતિયાની     જેમ

ના   મળે  તો   ઝગડો    જામેજોવા  જેવી   થાય

આખા દિવસના  રંગતની ભાઈ થઈ જાતી હોળી

ચા વગાડે સ્નેહ ઢોલનો  ડંકો

ચાલો આજ સૌ ચાની રંગત  માણો

 

ભેળા થાય ભાઈબંધો  કે વ્હાલી સાહેલીનાં  ટોળાં

મળી  જાય  મોંઘેરા  મહેમાન કે આડોશીપાડોશી

એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો  ડંકો

ચાલો   આજ  સૌ   ચાની  રંગત   માણો()

 

કોઈ પીએ છે ઊંઘ  ઉડાડવા,

તો  કોઈ  તાજગી    માટે

ચાના    બંધાણીની    છે    ભાઈ !  ચા   રૂપલી  રાજરાણી

મોંઘવારીના  જમાનામાં,  અડધી ચા રે  કરતી કમાલ

ભોજન   ખર્ચ   બચાવી  જાણેઈજ્જત  બક્ષે  માલંમાલ

ચા વગાડે સ્નેહ ઢોલનો  ડંકો

ચાલો આજ સૌ ચાની  રંગત  માણો

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in