બંધારણ
બંધારણ
1 min
210
અનોખું બંધારણ ઘડી મોકલ્યાં,
ઈશ્વરે રૂડા હાથે ઘડી મોકલ્યાં.
ઈશ નાં રચેલાં બંધારણ જેવું,
વૈજ્ઞાનિક રચી શક્યાં ક્યાં એવું.
અનોખું બંધારણ એવું ઘડ્યું,
એમાં કોઈ કમી નથી એવું ઘડ્યું.
એવાં બંધારણનાં ઘડવૈયા,
એવી લીલા કરનાર ઘડવૈયા.
એની અકળ લીલાનો પાર નથી,
આભાર માનવા શબ્દો જ નથી.
બંધારણ આપ્યું રૂડાં ઘાટે જુઓ,
આવું કોઈ બીજા કરી શકો જુઓ.
