ભાવનગર
ભાવનગર

1 min

240
આ ભાવનગર, આ ભાવનગર,
ન ગમે મને એની વગર,
તન તણી હવા આજ શ્વાસે રમતી,
લીમડાના ઝાડ તળે રમતી હું ભમતી,
ત્યાંથી કરેલ શરૂ મેં મારી સફર,
આ ભાવનગર...
સખીઓ સાહેલી સાંભરે રે,
બધી યાદો આંસુ થઈ ઉભરે રે,
સૌથી વ્હાલું મને મારુ નગર,
આ ભાવનગર...
જયાફત ઉડાવું ગાંઠિયાની,
મજા પડે દિવાળીએ માઠીયા ફફડાની,
યાદોમાં ઝબકયા કરે મને વતનનું ઘર,
આ ભાવનગર...