ભાષા શણગાર
ભાષા શણગાર
1 min
26.4K
રોજ એ શણગાર થઇ સજતી જશે,
દિલ મહીં એ શ્વાસ થઇ શ્વસતી જશે.
આપણે ભાષા બની જાશું પછી,
રોજ ભાષા જીવતી રમતી જશે.
જે કરો વે'વાર ભાષામાં કરો,
તો જ દુનિયા આપને ગમતી જશે.
બોલશો ભાષા બની ભાષા તમે,
બોલશે ભાષા સદા હસતી જશે.
વેર,ઝગડા, દ્વેષ ને ઈર્ષા વડે,
રોજ ભાષા પણ અહીં જલતી જશે.
ભૂલ ભાષાની તમે કાઢો નહીં,
ભૂલથી ભાષા સદા મરતી જશે.
વીરતાને લાજ, સુખ- દુઃખ છે ભર્યાં,
મા બની ભાષા ઉરે વસતી જશે.
દૂધ જેવી લાગતી ભાષા મને,
મા તણી ભાષા બધે વધતી જશે.
રાખશો ના લાજ ભાષાથી કદી,
એજ તમને રાજ સૌ ધર તી જશે.
