ભાઈ બહેન
ભાઈ બહેન


નાનાસા વીરની મોટી એ બેનડી,
માઁ ની ખોટ ના વર્તાવતી એ બેનડી,
રોજ લડતા ઝગડતા ભાઈ અને બેનડી,
છતાં માઁ તણો વ્હાલ વરસાવે તે બેનડી,
છે પવિત્ર અતૂટ સંબંધ ભાઈ બેનડીનો,
તોડે ના તૂટે કદી એ સંબંધ ભાઈ બેનડીનો,
રક્ષા સૂત્ર જ્યારે બાંધે છે કલાઈ એ ભાઈ ને બેનડી,
રક્ષાબંધનનો એ તહેવાર કહેવાય ભાઈ બેનડીનો,
આમ તો હોય છે સાદો સૂતરનો દોરો એ રાખડી,
વીરની કલાઈ પર શોભાઈ બની જાય છે એ રાખડી.