ભાભીમા
ભાભીમા


ઓ મારાં ભાભીમા
તમને સદાય પ્રણામ કરીએ,
તમારાં આશિષની અભિલાષા રાખીએ,
તમે જ્યાં રહો
ત્યાં ખુશ રહો
એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ,
તમારે લાડલો દીકરો છે
નિરજ ઉર્ફે લકી
એને તમારા દર્શનની ઝંખના છે,
એને અને પરિવારને આપો આશિષ
સદા સ્વસ્થ રહીએ અમે સૌ,
એવી કરીએ અમે પ્રાર્થના
સૌને રાખો સદા ખુશખુશાલ
કોઈ રોગ નાં લાગે કોઈને
એવી અમારી ઈચ્છા સદા,
તમારી નાની નણંદ ભાવના ને
એવા આપો તમે અંતરનાં આશિષ
તમારાં ભાણીયાઓ
તમને કરે સદા યાદ રે,
પરિવાર માથે સદાય
રાખજો તમે આશીર્વાદ
ત્રિવેદી પરિવાર દિલથી પ્રાર્થના કરે
તમારાં આશીર્વાદ આપજો
જ્યાં રહો તમે ત્યાં ખુશ રહેજો
દિલથી શ્રધ્ધાંજલી અર્પી છે.