STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

બારણું

બારણું

1 min
571


બારણું પૂછે બારઝાખને પાનું વીત્યા વરસનું,

બારણું બની રહ્યુ સાક્ષી એ કારમી બારઝાખનું.


દુઃખનો દરેક વખતે અહિં થાય રાતવાસો,

ચૂકવી શકું ન જ્યારે હું દા'ડિયું દિવસનું.


બારણું બની રહ્યુ જીવનના હર રાજદાર,

આબરૂ સાચવી રાખી હર કારભારની.


ટુકડા હજાર કરતું બસ એક જણ વૃક્ષોની,

એ કામ તો નથી કંઇ બે-ચાર, પાંચ-દસનું.


ટહુકાં જ તેજનાં સૌ જ્યાં આથમી ચૂક્યાં છે,

બારણું કોને સુણાવે ગાણું હવે આ વેદનાનું.


ઉગી નિકળીશ છોડ બનીને વાવશો જો તમે,

બારણું બની રહીશ 'ભાવના' તમ ઘરબારનું.


Rate this content
Log in