STORYMIRROR

Nayana Charaniya

Children Stories Tragedy Inspirational

3  

Nayana Charaniya

Children Stories Tragedy Inspirational

બાળપણના ભેરુ

બાળપણના ભેરુ

1 min
115

મારું સપનું પડે સાચું જ્યાં હોય મારા બાળપણના ભેરુ સાથે !

શાળાની ચાર દીવાલની વચ્ચે હોય બાળપણના ભેરું પાસે.


ફરી એ મોજ હોય જ્યાં તૂટેલાં કપડાંની વચ્ચે મારેલ હોય થીગડું ! 

આજ નથી રહી એ મોજ જ્યાં હૃદયના ઘા પર મારેલ છે થીગડું ! 


એ નિર્દોષ હાસ્ય ને નિઃસ્વાર્થ પ્રેમ ફરી પાછા એક વાર કરી લેવું છે,

ચાલને ભેરુ ફરી એકવાર મન ભરીને તારી સાથે જીવી લેવું છે,


તું સંતાઈ જાજે દીવાલોની પાછળ હું છૂપાઈને શોધું તને,

આ બનાવટી દુનિયામાં સામે હોવા છતાં ક્યાં સુધી શોધું તને ?


ઝઘડ્યા હતા સવારે ને બપોરે સાથે બેસી નાસ્તા કર્યા હતા.

આજ કોઈ પણ કારણ આપ્યા વિના જ અબોલા કર્યા હતા. 


મિત્રોનું લીસ્ટ દરિયા જેવડું મોટું પણ ગમે એ બાળપણના ખાબોચિયા જેટલા ભેરુ ! 

બને એવું કે મળી જાય આ સ્નેહની સરવાણી વહેતી તને બાળપણનાં ભેરુ ! 


Rate this content
Log in