અષાઢી અંબર
અષાઢી અંબર
1 min
410
ગમે ગાજતા અષાઢી અંબર
રમે ડુંગરે જલની ધારા
ભમે ઘૂઘવતી પહાડી સૂતા
વંદે છું સાગરની દારા,
ધસે બે કાંઠડે જલના ઝૂલા
તૂટે ભેખડો હૈયે તિખારા
મિલન મેઘના મ્હેકાવે ધરણી
ટહુકે મોરલા વર્ષાની ધારા,
વન ઝરુખા હીંચે મદમાતા
અષાઢી બીજે ભીંના સંદેશા
સરવર ગાયે મેઘ મલ્હારા
ઝીલે જોબનિયું હેતલ ધારા,
બુંદે બુંદે ચીતરાતી ચાતકની લીલા
ભલી હેલી હરખની દોડી ઝીલું,
ગમે ગાજતા અષાઢી અંબર,
ગમે ગાજતા અષાઢી અંબર.