અસહ્ય દર્દ
અસહ્ય દર્દ
છે દર્દ એટલું કે સહી નાં શકાય,
આશા એટલી કે રાખી નાં શકાય,
જીવવાની ઈચ્છા છે, અનિચ્છા એ,
તમારી ઈચ્છા હવે રાખી નાં શકાય,
સંબંધ એવો કે જે મૂકી નાં શકાય,
પરાણે અહિયાં પ્રેમ માંગી નાં શકાય,
તમારું આગમન વસંત જેવું હતું,
પ્રસ્થાન એ તરફ કરી નાં શકાય,
યાદ તમે જ રહી જશો જીવનભર,
બીજાને હવે યાદ કરી નાં શકાય !