અંતરમનની વ્યથા
અંતરમનની વ્યથા
1 min
203
આજકાલ કોણ સંપૂર્ણ સુખી છે,
કોઈ ને કોઈ વ્યથા રહેલી છે,
છતાંયે હસતાં હસતાં જીવવું પડે છે,
અંતરમનની વ્યથા છુપાવવી પડે છે,
કારણકે લોકો નમક લઈ બેઠા છે
મજાક કરી હસે એ જ લાગની છે,
ભાવના દુનિયામાં ઘણું ચૂપ રહેવું પડે છે
બોલીએ તો અર્થનો અનર્થ થાય છે
મૂંગા મોઢે જીવન શાંતિથી જીવાય છે,
સમાજમાં સલાહકાર ઘણાં લોકો છે,
સલાહ આપીને ઘર તોડાવે છે
માટે અંતરમનની વ્યથા છુપાવવી પડે છે,
ઈર્ષાળુઓને તમારું સુખ નથી જોવાતું
તમારી વ્યથા થકી ખુશ થાય છે
માટે જ વ્યથાને વાચા આપવી નહીં.
