STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનોખાં માનવી

અનોખાં માનવી

1 min
209

અનોખાં માનવી

જૂદાં જૂદાં છે મન સૌનાં

એક માળાના મણકા

બનાવી રાખ્યાં

ચેહર મા તમે.


સૌથી વધુ ભક્તિ કરતાં

ભટ્ટ પરિવાર પેઢીઓથી

કદાચ જ કોઈને

એટલી લગની હશે તારી,

જેટલી નાયણા નાગરની 

પેઢીઓને લગની તારી છે.


દરેક બીજી ક્ષણે 

મુખેથી, મા ચેહર

સહજ રીતે રટણ થાય છે.

અમને જોઈએ છે ચેહર મા

તારી અગાધ કૃપાઓ 

જેથી, એક ક્ષણ

પણ ના ભૂલીએ તને મા

બીજી અર્ધક્ષણ

અને એ અર્ધક્ષણમાં મને જોઈએ છે 

તારું અમીભર્યુ મુખડું,

એ જોતાં જ પ્રત્યેક ક્ષણમાં

તારી હાજરી વર્તાય મા.


ભાવનાના હૈયે હરપલ રહેતા,

અમારી નિકટ, અમારી ભીતર,

ભટ્ટ પરિવારમાં રહેતાં માવડી

આમ તને મારું આટલું

ઈચ્છવું કે ચેહર મા

જાણે અજાણે કરેલી ભૂલો

માફ કરજો મા,


આ સ્વાર્થ હોય

તો, હા, સ્વાર્થી છું હું.

માથે તારો હાથ સદાય રહે

એજ અરજી છે માવડી.


Rate this content
Log in