STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

અનન્ય ઉમંગ

અનન્ય ઉમંગ

1 min
16.5K


હવેતો અમથો અમથો

આઠે પોર અંતરનો આનંદ છે

નથી કોઈ જ આંસુની ધાર

કે ન કોઈ જાતનું આક્રંદ છે


હર મર્યાદા બની ગઈ વર્તુળ

એક અનોખી ક્ષિતિજનું

આજ પસારી છે પ્રેમથી

આ બાહો બેહદ ને અનહદ છે


ન કોઈ ખાસ વાર કે

ન કોઈ તહેવાર રહ્યા જિંદગીમાં

જ્યાં પ્રત્યેક પળ જાણે હવે

એક નવો જ પ્રેમ પ્રસંગ છે


આખે આખું અસ્તિતવ

અકારણ ઊજવી રહ્યું ઉજવણી

અહીં તો અહર્નિશ આનંદ

અને ઉત્સવનો જ તરંગ છે


એ જ્યારથી નજર થકી

રસ્તો કરીને ઉતર્યા છે દિલમાં

ત્યારથી એની હર આહટમાં

આગમનનો અનુબંધ છે


ને અજવાળામાંય જે રંગ

હતા ફિકા ફિકા જેના વગર

એના સથવારે તો હવે

અંધારામાંય ઉજાસનો પ્રબંધ છે


હર "પરમ" રાહને

તારી જ તરફ આગળ વધતી જોઈ

તેથી જ આ "પાગલ"

કદમોમાં હવે અનન્ય ઉમંગ છે


Rate this content
Log in