STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અંગત

અંગત

1 min
222

માનવું હોય તો માની લેજો, અંગત તો સદગુરુ છે, 

ડફોળ પણ ડફણાથી માને, સમજુ જનોને શાન છે. 


તન જુદાં પણ એક જ જીવ, ગુરુ, બ્રહ્મમા, વિષ્ણુ ને શિવ છે, 

સરસ્વતી માના મુખડે પણ, અખંડ ગુરુ ગુણગાન છે. 


સુર સનકાદિક સેવે નિત, ગુરુ ચરણોમાં રાખી ચિત રે, 

ગુરુ ગોવિંદમાં ભેદ ગણો તો, એ અંતરનુ અજ્ઞાન રે. 


સદગુરુ દેવ દયાળુ સંત, જન્મ મરણનો આણે અંત છે, 

ખંત કરીને ખોળી લેજો, ગુરુ વિના નહીં ક્યાંયે જ્ઞાન છે.


ભાવના ગુરુ ગુણ ગાય, અંગત બની કરી સહાય છે, 

ભવસાગર પાર ઉતરવા, સદગુરુ નાવ સમાન છે.


Rate this content
Log in