અમી નજરાણું
અમી નજરાણું
1 min
587
અમી નજરાણાના માન સરસે ફૂલ ગુલાબી ખીલતી,
આભ થકી ઝરે શીતળતા ચંદ્રતણી ચાંદની ખીલતી.
ફોરતાં, ફૂલડાં વીંટાઈ વૃક્ષે વન વેલીયે ઝુલતા,
જોતી સહજ સ્મિત વદને ફૂલ ગુલાબી મન ડોલતા.
આજે ફૂલ ગુલાબી કંઈ મનથી હરખાથી,
ચાંદની જોઈ મનમાં ઊર્મિ ઊભરતી.
જાણે કેવી શશી ઉદય થતાં મલપાતી,
આશા એને પ્રિય મિલનની આજ ફળતી.
આહા ! કેવો ! રાતરાણી અને ચંદ્રનો આજે યોગ,
કિન્તુ પાછો ક્ષણભર પછી છે સૃજેલો વિયોગ.
સૃજેલાં પ્રેમ ઘેલાંના સ્વપ્નો આમ સરી જતા,
હશે કો વિરહી પ્રેમી, આમ જ નજરાઈ જતા.
