અમે
અમે
1 min
491
અમે શબ્દોથી ભેટ ધરીએ મા,
દિલથી તમને યાદ કરીએ મા,
આવડે એવું રટણ કરીએ મા,
તારાં વિના કોઈ નથી અમારું મા,
દિલથી હરપળ જપીએ ચેહર મા,
તસ્વીર તમારી હૈયામાં રહે છે મા,
અમારા નેહ ઝંખે હરપળ તમને મા,
અમને તમે અતિશય પ્યારાં છો મા,
તમને ભાવના હેતથી સાદ દે છે મા,
ગોરના કૂવે ડંકા તારાં વાગે છે મા,
તારી કૃપાથી જીવન સુખમય છે મા,
તારી કૃપાથી જ લખાય છે મા,
અમે શબ્દોની તને ભેટ ધરીએ મા.
