ઐશ્વર્ય
ઐશ્વર્ય
1 min
193
ઐશ્વર્ય હોય ને મોટાઈ હોય,
આમ માણસાઈ જાણે ન હોય,
બે ટંકનાં પડ વચ્ચે પીસાતો જન,
સંપત્તિનું ગુમાન શું જાણે એ જન,
સાહ્યબીનાં આડંબરમાં રાચે અહીં,
ઐશ્વર્યનો મતલબ એ શું માણે અહીં,
બેરોજગારીનો દાવાનળ સળગે અહીં,
છતાંય સાહ્યબી ઝળહળે છે અહીં,
ભાવના સત્તા સંપત્તિની સાઠમારી છે,
એજ મધ્યમવર્ગની હાડમારી વધારે છે,
લે'ર કરતાં પૂંજીપતિ ને ધનિકો અહીં,
ગરીબીની સ્થિતિમાં ક્યાં ફેર છે અહીં,
ઐશ્વર્યમાં રમી મોટા થયેલો વર્ગ છે,
મધ્યમવર્ગના લેખા જોખા ક્યાં જાણે છે.
