STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અગણિત

અગણિત

1 min
218

અગણિત વિધાર્થીઓ આજે,

માસ પ્રમોશનથી પાસ થયા;

એમાં ભણતરનો દાટ વળાયો રે.


શિક્ષણનું સ્તર નીચું ગયું રે,

બે- બે વર્ષના માસ પ્રમોશનથી રે;

ભણતરમાં તો કાળો કેર થયો રે.


આ માસ પ્રમોશનથી પતન થયું રે,

અને હવે ભાવિ સૌનું શૂન્યવકાશ રે;

સારાં ડોક્ટર, વકીલ, શિક્ષક આવશે ક્યાંથી રે.


હોશિયાર વિદ્યાર્થી રડતાં આ જોઈ રે,

ભવિષ્ય અંધકારમય બન્યું રે;

હવે શું ભણવું ને શું બનવું મુંઝવણ રે.


ભાવના વિચારે આ કેવો માહોલ રચાયો રે,

માસ પ્રમોશનથી શૂન્યવકાશ સર્જાયો રે;

હવે કેમ કરીને આગળ વધવું રે.


માતા-પિતા પણ આ જોઈ ગૂંચવાઈ મરે રે,

હવે સંતાનોનું ભવિષ્ય કેવું બનશે રે;

આ ભણતરમાં તો કાળો કેર થયો રે.


Rate this content
Log in