અધૂરા
અધૂરા
1 min
274
આ કેવો દુઃખનો,
જિંદગીમાં ઓછાયો પડ્યો,
કે મૌન થઈ ગયા હોઠ મારા,
આ કોણ શબ્દો લઈ ગયુ મારા.
જે દરેક ભાવનાઓના.
ભાવ અધૂરા રહી ગયાં,
આમજ અહેસાસ મારો સમજ્યા નહીં
અને સપનાં અધૂરા રહી ગયા.
આ શબ્દો મારા હોઠો પર,
અધખુલા રહી ગયા,
અને શબ્દોના સથવારાઅધૂરા રહી ગયા.
આ આંસુઓથી નયન થીજી ગયાને,
પાંપણ પર આંસુઓના અંગાર રહી ગયા,
આમજ લાગણીઓમાં જુઠા શબ્દોના,
ભાર નીચે સચ્ચાઈ દબાઈ ગઈ.