આવ્યો પવિત્ર માસ
આવ્યો પવિત્ર માસ
1 min
190
આવ્યો પવિત્ર માસ,
વાહ શ્રાવણ માસ છે,
આ તો ભકિતનો માહોલ છે,
આવ્યો ભોળાનાથ જુઓ,
ધરતી ઉપર શિવ શંભુ વસ્યા,
જીવન છે તો ભજી લઈએ,
આહ ને ઓહ બાજુમાં મૂકીને,
અંતરમાં આનંદ છવાયો,
હર હર મહાદેવ બોલીને;
મનમાં ઉમંગ છવાયો,
હૈયામાં ઉલ્લાસ છવાયો,
આવો મહાદેવનો મહિમા છે,
આંખોમાં અમી છલકાય છે,
એવા શિવ શંકર છે,
શ્રાવણ માસ આવ્યો છે,
જીવન સુધારી ભજી લઈએ,
ભાવના ભવપાર ઉતરી જવા,
મહાદેવને પ્રસન્ન કરી લઈએ,
બસ ૐ નમઃ શિવાય જપી લો,
આજ તો સાચું જીવન છે.
