આવો નામ લખીએ
આવો નામ લખીએ
1 min
146
આવો ચેહર મા નું નામ લખીએ,
ચલો બે એક પંક્તિ પણ લખીએ,
હૈયાનાં ભાવ ઉતારી દઈએ,
અંતરની ભાવના વહાવીએ,
ભક્તિ તો અરીસો દેખાડે છે,
થોડું થોડું પણ નામ લેવું છે,
ગોરના કૂવે દર્શન કાજે જવું છે,
મોટી આંખોવાળીની માયા છે,
બસ આમજ ચેહર મા લખવું છે,
અને એકાદ વખત રૂબરૂ મળવું છે.
