આવી નોરતાની રાત
આવી નોરતાની રાત
1 min
491
આવી આસો માસની નવલી રાત,
આજે ચોથા નોરતાની નવલી રાત,
કૂષ્માણ્ડા મા નિકળ્યાં સૈયર સાથ,
ચેહર મા દેતાં તાળી રે સખી સાથ,
કલશને કરકમળોમાં ધારણ કરે મા
કૂષ્માણ્ડા દુર્ગાદેવી રે શુભ કરે મા,
નવદુર્ગા સંગ ખેલે અંબા મોરી મા,
શણગાર શોભે રે ચામુંડા મોરી મા,
ભાવના નિરખે અનેરો લ્હાવો રે,
ગરબો જોઈ ભકતો રાજી થાતાં રે,
આવી આસોની નવલી નવરાત્રી રે
ગોરના કૂવે બેઠી ચેહર માતા રે.
