આવે ને જાય રે
આવે ને જાય રે
1 min
26
દિવાળી આવે ને જાય રે,
છતાં નવું ક્યાં શીખાય રે.
એજ જૂની ગ્રંથીથી જીવાય રે,
એમાં ક્યાં કોઈ સુધારો થાય રે.
ભાવના હડધૂત કરી જીવાય રે,
એમાં માણસાઈ ખોવાઈ જાય રે.
આમ દિવાળી આવે ને જાય રે,
ખોટાં દંભના દેખાડા કરાય રે.
દિવાળીમાં દીવડા પ્રગટાવાય રે,
છતાં અંધકાર દૂર ક્યાં થાય રે.
દિવાળીમાં રંગોળી પૂરાય રે,
છતાં જિંદગી બેરંગી જીવાય રે.
