આવડત
આવડત

1 min

11.7K
આ મહામારીમાં થાય બધાની આવડત ની કસોટી,
આ સમયમાં થાય એકમેક નાં સ્નેહ ની કસોટી.
આ કપરો સમય બાંધ્યો બંધાય નહિ કોઈથી,
સમજી ને રહેવું બધાએ ના દલીલો કરવી કોઈથી.
સદાબહાર રહે હસતાં મોઢે એ જ જીતે સદા,
સલાહ મંજૂર નથી કોઈને એટલે જ આવડત જીતે સદા.
કોરોના વાયરસ ફરતો આ વિશ્વમાં સલામતી તારે છે,
પોતાની આવડતથી સમયને પણ ફરવું પડે છે.
સાચુ કે ખોટું એ સમજાયું આ મહામારીમાં,
માનવી એ માણસાઈ બતાવી આ મહામારીમાં.
સમય તો સમય જ છે, પણ આવડતથી જંગ જીતવાની છે,
રંગ તો ભર્યો માનવીએ રંગોળીમાં પણ કોરોનાથી જીતવાનું છે.