આપણી માતૃભાષા
આપણી માતૃભાષા
1 min
195
અમૂલ્ય છે હર ઘડી આપણી માતૃભાષા,
બોલે એને સૌ હરઘડી આપણી માતૃભાષા.
જીવન સફરમાં જરૂરી છે આપણી માતૃભાષા,
ઘડી બે ઘડી અંગ્રેજી બોલે પણ મીઠી આપણી માતૃભાષા.
ગુજરાતીમાં જે મજા છે એ બીજી ભાષામાં નથી,
એજ તો છે જીવનની અનમોલ આપણી માતૃભાષા.
ભાવનાનાં ભાવની સાક્ષી આપણી માતૃભાષા,
લાગું હું પાય માં શારદા ને આપી રૂડી આવી માતૃભાષા.
ગુજરાતી હોવાનું ગૌરવ એવી રૂડી માતૃભાષા,
મને બહુ જ વ્હાલી ભાષા, આપણી માતૃભાષા.
