STORYMIRROR

Prahladbhai Prajapati

Others Tragedy

3  

Prahladbhai Prajapati

Others Tragedy

આપણી દુનિયાદારી

આપણી દુનિયાદારી

1 min
27.1K


આપણાં વહેવાર સહવાસની સચ્ચાઈ બોલે,

થોડું આપી ઘણું પામવાની બેવફાઈ બોલે.


લાગણી આશ નિસાસી નદીઓ કિતાબે વહે,

કલમોની લખાઈમાં અધૂરાં અરમાન બોલે.


દુનિયાદારી નફા તોટાના ધોરણે તોલે બઝારે,

સબંધો તોળાઈ લેવડ દેવડના ત્રાજવે બોલે.


શોર બકોર અદકા ઇજહાર સરખામણીએ,

મિલન મુલાકાતે સબંધે ખુદનાં હિત બોલે.


લાગણી આંસુ ગઠબંધને ભાવ અભાવ ન નડે,

સત્ય છુપાવતી આપણી બહુરૂપી ભવાઈ બોલે.


કાર્ય રચનાની કુંડળી સર્વે સુખ કોઠાએ નિજનાં,

ખુલ્લે આમ ઈશ્વરીય કોઠાની અવગણના બોલે.


Rate this content
Log in