STORYMIRROR

Smita Dhruv

Romance

4  

Smita Dhruv

Romance

આપણ બંને

આપણ બંને

1 min
371

આપણ બંને એક જ કિનારે હતાં, દોસ્ત પછી શું થયું ?

ન તેં હોડી લીધી,ન મેં દોર છોડી, તો યે વિખૂટા પડી ગયા.


આપણ બંને હાથ પકડીને ઉભા હતાં, દોસ્ત પછી.. ?

ન તેં હાથ છોડ્યો, ન મેં તને છોડી, તો યે વિખૂટા પડી ગયા.


આપણ બંને તો સાથ-સાથ રહેતાં, દોસ્ત પછી.. ?

ન હું જુદો પડ્યો, ન તું ક્યાંય ખોવાઇ, તો યે વિખૂટા પડી ગયા.


આપણ બંને તો સામસામે જોતાં, દોસ્ત પછી.. ?

ન હું બેધ્યાન થયો, ન તેં નજર ચૂકવી, તો યે વિખૂટા પડી ગયા.


આપણ બંને તો એક પંથ, દો કાજ, દોસ્ત પછી..?

શું તેં રસ્તો બદલ્યો, શું મેં ન સાદ દીધો, ને વિખૂટા પડી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance