આપી દે
આપી દે
1 min
27.7K
હસવાનું એકાદ તો મને કારણ આપી દે,
આંસુ સિંચ્યા છે મેં એક સ્ફુરણ આપી દે.
આ પ્રેમ પ્યાસની જૂઠી દુનિયા સઘળી,
એમાં તું ઝાંઝવાનું એક રણ આપી દે.
ધડકનોમાં ધબકે અહેસાસ તારો સદા,
સ્નેહના સ્પંદનોને એક શરણ આપી દે.
તૂટી તૂટી ને ધૂળ જેવો થયો આખરે હું,
અંતિમ આશે એક તારું ચરણ આપી દે.
મહાસાગર મટી ઝાકળની બુંદ બુંદ થયો,
ઠહેરાવ માટે એકાદ ઘાસનું તૃણ આપી દે.
"પરમ" પાછળ હું એવો થાવ "પાગલ"કે,
મારા તખલ્લુસને અવતરણ આપી દે.

