આમ તો
આમ તો
1 min
375
આમ તો હું કોઈ મોટી હસ્તી નથી,
તમે ધારો છો એમ કંઈ સસ્તી નથી.
કામ વગર કોઈ મને યાદ કરતું નથી,
તમે સમજો છો એમ હું નવરી નથી.
તમારે વ્યવહાર કોઈ નિભાવવો નથી,
તમે સમજો એવી હું કંઈ ડફોળ નથી.
ભાવના મારી તમને સમજાતી જ નથી,
બધું જ જાણું છું હું કંઈ મજબૂર નથી.
વિશ્વાસ છે મારી ચેહર મા ઉપર મને,
તમે સમજો છો એમ હું નોંધારી નથી.
નિંદારસ થકી બદનામ સરેઆમ કરો છો
પણ હું કંઈ ફાલતુ વાતોથી ડરતી નથી.