આજે વુમન્સ ડે
આજે વુમન્સ ડે
આજે વિશ્વ નારી દિવસ છે,
શું કહું, કોને કહું, ક્યા કહું,
વાત નારીનાં મનની
સાંભળનાર કોઈ નથી,
કેમ વાત કરવી નારીની
જીવી રહી છે હરપળ
ભિતરમાં વેદના ભરીને
એક વાત ડંખે છે મને
સ્ત્રીની વ્યથા કેમ ન સમજાણી ?
વિશ્વ નારી દિને જ
એક દિ સન્માન આપે છે
બાકી દિ હાંસી ઉડાવે છે
ક્યારે સુધારો થશે
ઋતુ પણ પોતાનું કામ કરે છે,
આ માણસને કેમ ખબર નથી પડતી
ક્યાં નારી વિના જીવન છે ?
રાત દિન તમારી વાટ જોતી
થાકી જાય છે નારી
છતાંય સૌને સાચવે છે.
રૂમઝૂમ કરતી આવે જીવનમાં,
દિલમાં ભાવના ભરીને
સપના સાકાર કરે છે
નારી થકી તો જીવન છે,
તોય નારી ઉપર
અત્યાચાર થાય છે
નારી તો ઘરની રાણી છે
એ સન્માનની હક્કદાર છે.
