આજે ધૂળેટી
આજે ધૂળેટી
1 min
297
આયો આજે ધૂળેટીનો ઉત્સવ છાયો,
રંગબેરંગી રંગોની છોળો લઈને આયો.
ચેહર મા સખીઓની સંગે રંગે રમે રે,
અંબા,બહુચર, મહાકાળી રંગે રમે રે.
ગોરના કુવે જુઓ કેવો ઉત્સવ છાયો રે,
લાલ, પીળો, ગુલાલ કેવો ઉડાડે છે રે.
ચેહર મા સખીઓ સંગે હરખાઈ રમે રે,
આકાશમાંથી દેવો જોવા આવ્યા છે રે.
એવો અનેરો ઉત્સાહ છવાયો મંદિરે રે,
ભાવના ભકતો જોઈને સૌ હરખાતા રે.
