આજ
આજ
1 min
159
આજ હૈયામાં હવે શોધુ છું હું,
દર્શન કરવા મા તને શોધું છું હું,
કોરોના આવ્યો મંદિર બંધ થયાં,
અંતરમાં હવે ચેહર મા શોધું છું હું,
રોજ પ્રાર્થના કરું સાચવજે સૌને,
મહામારીથી બચાવવા માગું છું હું,
આ કોરોનાની તેજ રફતાર છે,
માડી બચાવો રસ્તો શોધું છું હું,
ભાવના કાળો કેર ફેલાયો છે અહીં,
આજ ચેહર મા તને વિનવું છું હું.
