આધુનિક મા બાપ
આધુનિક મા બાપ
1 min
8.2K
આધુનિક યુગના મા - બાપ રે,
ઘરે ઘરે કહાની થાય રે.
મમ્મી પપ્પા સિનેમા જોવા જાય રે,
બાબો બેબી રાખી ઘેર જાય રે.
સાસુ સસરા છાના રાખે રડે જયારે બાળ રે,
ઘેર ઘેર આ સિનેમા ભજવાય રે.
સેરેલેક ખવડાવતા, રમાડતાં રાજી નવ થાય રે ,
સાસુ સસરા કંટાળી જાય રે.
સિનેમા જોવા ગયેલા જોઈ હરખાઈ રે,
ઘરમાં બાળકો રોઈ રોઈ અડધા થાય રે.
"ભાવના" જુવો આ સિનેમાની લાય રે,
ગામેગામ અને ઘરઘરમાં રામાયણ થાય રે.
