આભાસ
આભાસ
1 min
121
આ જગતમાં મા તું નથી, છતાં છે,
એટલે જ તારો આભાસ થાય છે,
સતત તારો લહેકો સંભળાય છે,
જાણેકે તું મને બોલાવી રહી છે,
ડગલે ને પગલે મને સંભાળી લે છે,
આભાસ તારો હરપળ સાથે રહે છે,
દુનિયાની ભીડમાં જાણે તું ચલાવે છે,
રક્ષાકવચ બનીને જાણે સાથે રહે છે,
ભાવના માથે મીઠો શીતળ છાંયો છે,
તારો આભાસ મારું જીવનબળ છે.
